વિશુના જે જે વાલા

 

બેડરૂમમાં નાનકડો વિશુ નિર્દોષભાવે એના મમી ને કહી રહ્યો હતો..."મમી કાલે પેલો કાલો કૂતલો આપડા ઘલ માં આવી ગયો તો. ને મેં એને લાકડી ઠોકી. પપ્પા છેને ત્યાં બેઠા તા. મેં કૂતલા ને માલ્યું તો પાપા એ કીધું કે કૂટલાને ન મલાય. એમાં જેજે વાલા છે. પન છેને હેં આજે સવારે હું ઉઠ્યો ત્યાલે પપ્પા એ લાકલી થી તને માલતા'તા..એટલે એટલે હેં મમી તાલા માં જે જે વાલા નથી રેતા ?".....હોલમાં ન્યૂઝપેપરમાં આજના બજારભાવ વાંચી રહેલા વિશુના પાપાએ પણ વાત સાંભળી. અને એના વિચારોની સ્પીડ રૂદિયાના ધબકારા સાથે 4X રેસોનન્સ ફ્રિકવન્સી ઉપર ટ્યુન થઇ ગઇ.


Comments

Popular Posts