ભ્રમ
"દિવ્યા,જરા પેલું પર્સ આપને"આટલું બોલતા જ પર્સ ની સાથે સ્માઈલ પણ આવ્યું અને સાથે આ વાક્ય પણ,"તું કેટલું બધું સહન કરે છે". "હવે આદત થઈ ગઈ છે". "કાલે પણ તે તને જબરદસ્તી ખેંચી ગઈ.આજે બધો સામાન તારા માટે રાખી ગઈ". " હજુ પણ સહન કરીશ"એક રહસ્યમય સ્માઇલ સાથે જવાબ આવ્યો. "બાપ રે તું કેટલો કેરિંગ છે મારો સાથી તો.."દિવ્યાની લાગણી કોઈ બળ નીચે ખેંચવા મંડી. દિવ્યા તો બસ આવી એટલે ચાલી.પણ સમીર મનમાં હસી રહ્યો હતો અને સાથે માપી રહ્યો હતો એ કુર્તિમાં વિટળાયેલી કમર..
Comments
Post a Comment