એક લીધેલો ડાઘ
"નેતાજી અમારા વિસ્તારમાં આવોને","કેમ? તમારા એરિયા માંથી કેટલા વોટ મળશે","4000 ની આસપાસ વસ્તી છે","તો તો આવું પડશે,તું નવી જ જોડાઈ લાગે છે પાર્ટીમાં,મેં પેલા ક્યાંય જોઈ નથી","હા, પક્ષપલટો કરીને આવી છું","તો ચાલજે સાંજના ટાઈમે મારી સાથે,થોડો પ્રચાર કરી આવશું","હા પણ રાત્રે મોડું થશે તો","મારા ઘરે જમી ને હું જ તને છોડી દઈશ".પ્રચાર,મુલાકાતો રાત્રિભોજન ને હવે સુમસામ રસ્તા પર દોડતી ગાડી,"તમે મારા પ્રમોશન નું કાંઈક કરો ને". દશ મિનિટ કશુંક discussion..ને હવે શિવાનીની કમરની નીચે અને ઉપર બે હાથ ફરી રહ્યા હતા..ને હા શિવાનીને પ્રમોશન પણ મળ્યું ..અને સાથે આ ઉપલુ શીર્ષક પણ
Comments
Post a Comment