My notes on abhyasika surat 4th season

 4rth season




ત્રણ મુદ્દા અત્યંત મહત્વના છે..

એક આપડે જે કામ કરીએ છીએ તેની સાથે આપડી ભાવના જોડાયેલી હોવી જોઈએ . આપડે સેમેસ્ટર પરીક્ષા આપવાની હોય અને 4 મહિના પહેલા reading શરૂ કરીએ છીએ પણ મન માં તો એ જ ચાલતું હોય કે ક્યારે eksham આવે. આપડે બેચેન હોઈએ છીએ એન્ડ જેમ દિવસો આવતા જાય એમ બેચેની પણ વધતી જાય સાચે. પરંતુ eksham માં actual દિવસો આવે ત્યારે એ દિવસો કેમ વીતી ગયા એ ખબર જ નહીં પડતી.

બીજું કે આપણે જે કર્મ કરીએ છીએ તેની basic ઇન્ફોર્મેશન હોવી ખૂબ જરૂરી છે. જેમકે મારે એક સારો એન્જીનીયર બનવું છે તો મારે ચાર વર્ષ કોલેજ કરવી પડશે mins મારે દરેક સેમસ્ટર પાસ કરવું પડશે મીન્સ કે મારે દરેક સબ્જેકટ વાંચવો પડશે આમ જે કર્મ કરીએ છીએ તેની basic ઇન્ફોર્મેશન આપડી પાસે હોવી જોઈએ.

ત્રીજું કે કર્મનો સ્ત્રોત શુ છે એ ખૂબ જ મહત્વપૂર્ણ વાત છે. મીન્સ કર્મ યોગ્ય વ્યક્તિ પાસેથી મળેલું છે કે નહીં ? સંતોષજી કે જેમણે અભ્યાસીકા ને direction એન્ડ માર્ગદર્શન આપ્યું છે એમના દાદાના મિત્રની વાત છે એટલે વાત ખૂબ જુના સમયની છે. એ ભાઈ(સંતોષ સરના દાદાના મિત્ર) વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન માં electrician હતા અને એમનો પરિવારમાં જોવા જઈએ તો એ જ એક કમાનાર હતા.મીન્સ એમનો આખો પરિવાર તેમના પર dipendent હતો. આથી એ કોર્પોરેશનની નોકરીના બાકીના સમયમાં લોકોના ઇલેક્ટરીકલ કામો કરતો જેથી વધારાની આવક ઉભી થાય. એકંદરે એમનું જીવન સંઘર્ષ વાળું હતું પરંતુ આમ જોઈએ તો પરિવાર માં સંતોષ હતો. આ ભાઈ હતા એ પૂજા , ભગવાન માં વિશ્વાસ ધરાવનાર તથા સમાજ માં પણ એમની છાપ સારી હતી. એક વખત એમના city માં એક મોટા સત્પુરુષનું આગમન થવાનું છે એ વાતની એમને ખબર પડી. આ ભાઈ એ સત્પુરુષની મહત્તા જાણતા હતા. આથી એમણે સમાજ માં રિકવેસ્ટ કરી કે એમના ઘરે રોકાય. સમાજ માં પણ એમની છાપ સારી હતી એટલે તરત હા પાડી . એ સાધુ તેમના ઘરે બે દિવસ રહ્યા અને ભાઈએ એમનો ખૂબ સત્કાર કરર્યો. સાધુએ જતી વખતે આ ભાઈ ને કીધું કે ભાઈ તું ખૂબ સારો માણસ છે પણ તારું જીવન સંઘર્ષ વાળું છે આથી હું તને એક મંત્ર આપું છું .જે ખૂબ powerful એન્ડ પવિત્ર છે તું એનો જાપ કરીશ તો તને ખૂબ મદદ મળશે..પેલા ભાઈએ મંત્રજાપ બે ત્રણ દિવસ કર્યો પછી ભૂલી ગયા. એ ભાઈ કર્મ માં વિશ્વાસ કરનારા હતા મીન્સ કે માનતા કે my destiny is in my own hand અને આવી જ રીતે એમનું જીવન વિતતું ગયું અને એમની નિવૃત્તિ થઈ.તો નિવૃત્તિમાં સમય કાઢવા એ પૂજા વગેરે કરતા.એક વખત પૂજા કરતા જ અચાનક પેલા મહાપુરુષનો મંત્રજાપ યાદ આવ્યો અને એણે એ રોજ કરવાનું ચાલુ કર્યું. એક મહિનામાં જ અચાનક એની પરિસ્થિતિ બદલાઈ ગઈ. બધા લોકો માનતા કે એમણે જે આજીવન મહેનત કરી એનું ફળ મળ્યું છે પણ આ ભાઈ ને realize થયું કે ખરેખર તો આ પેલા મંત્ર ની તાકાત છે. એન્ડ એવું વિચારવા લાગ્યા કે જો મેં આ 30-35 વર્ષ પહેલાં જ મેં આની શરૂઆત કરી હોત તો આજે મારી શુ પરિસ્થિતિ હોત. આ વાત એમને સરના દાદા કે જે એમના મિત્ર હતા એમને કરી . એ સમયે સર હાજર હતા પણ ખૂબ નાનકડા હતા અને આ શું છે એ ખબર ના પાડી પણ વાત એમના મનમાં રહી ગઈ.પણ પાછળ થી એનું unfoldment થયું. એન્ડ એમના ધ્યાન માં આવ્યું કે પેલાં દાદાના મિત્રને કર્મનો source તો યોગ્ય મળ્યો પણ તે unaware હોવાના કારણે એને સાચી રીતે સમજી શક્યા નહી.

આમ જોવા જઈએ તો કર્મ કરવાની basic ઇન્ફોર્મેશન આપડે શીખવી પડે છે.ઇવન આપડા રૂટિન કાર્યો જોઈએ તો એટલી સરળતા થઈ કરીએ કે જાણે આપડે પહેલેથી જાણતા જ હોઈએ પણ હકીકતમાં એ આપડે ક્યારેક ને ક્યારેક શીખેલું હોય છે. એન્ડ શીખવું એ જ આ કોઈ પણ કર્મ કરવાની મૂળભૂત જરૂરિયાત છે. આપડે શીખીએ આપડી કર્મેન્દ્રીયોથી છીએ.જેમાં મુખ્ય ત્રણ વાતો આવે છે
-જોવું
-સાંભળવું
-વાંચવું

Comments

Popular Posts