મહોબ્બત. કોમ અને paytm
"સુરેશ" ઉર્ફ સુરયો, રાજપર ગામમાં આ નામ નીકળતા જ ગામવાળાના મન માં અણગમાના ભાવ સાથે એક છબી તરવરી ઉઠે. રોજની ચાર વિમલ અને સાંજે ગામની સીમમાં દેશી ની પોટલી વિના એની રાત થાય જ નહીં. ઉંમરે 23 વરસનો અને સકલથી સારા ઘરનો પણ જ્યા
રે એની "કેસરી જુબા"બોલવાનું શરૂ કરે ત્યારે આ અંદાજાઓ ખોટા પડે.આજુબાજુના 15 ગામોમાં એના માંગા ગયેલા પણ દરેક વખતે એક ફરિયાદ મળતી કે "અરે નાલાયકો !! અમને યાદ છે અમારી છોકરી તમારા નંગ ને લીધે અમે એકલી મૂકી શકતા નથી ને તમે સબન્ધ જોડવાની વાત કરો છો. જાવ અહીંથી ભાગો". આ સુરયો એક વખત વખત મોબાઈલમાં એક મ્હોબત. કોમ ની ગૂગલ એડ પર ક્લિક કરી બેઠો. થોડું એડ જોયું ને મનમાં લાડવો ફૂટ્યો,વિચાર્યું ને એકાઉન્ટ બનાવી લીધું. પછી લાગ્યો રોજ રાત્રે વેબસાઈટટ પર સર્ફિંગ કરવા.આજુબાજુના ગામની તો કોઈ છોકરીઓ એમાં હતી નહિ. એટલે દૂરની જે પ્રોફાઈલ સામે દેખાય એને રિકવેસ્ટ મુકતો. એક વખત એનો મોબાઈલ ઝબક્યો. કોઈએ એની રિકવેસ્ટ accept કરી લીધી. પછી થઈ બંને વચ્ચે વાતોની આપ લે.સૂર્યાને તો જોઈતું હતું ને મળી ગયું.છોકરીને સૂર્યા એ એક દિવસ વિડિઓ કોલ કરવાનું કહ્યું ને છોકરીએ તરત હા પાડી દીધી.સુરયો તો ખૂબ ખુશ થઈ ગયો ને call કર્યો. છોકરીની અને સૂર્યાની વાતો તો અંતરંગ જ હતી એટલે સૂર્યાને વિડિઓ કોલ માં કપડાં કાઢવાની કઇ છોછ નતી.એને કપડાં કાઢી અભદ્ર હકીકતો કરી. પણ 2 દિવસ પછી એના wtsp માં એક વિડિઓ આવ્યો. એણે એ જોયો અને પગ નીચેથી જમીન સરકી ગઈ.વીડિયો સાથે paytm લિંક મૂકી હતી અને લખ્યું હતું આ acount માં 15000 હમણાં જ નાખ નહિતર વિડિઓ વાયરલ થઈ જશે. સૂર્યાએ જલ્દી જલ્દી 15000 ટ્રાન્સફર કરી આપ્યા. અને મહોબત. કોમ માં જઈને જલ્દી જલ્દી acount ડીલીટ કરી નાખ્યું. પણ દર મહિનાની 14મી તારીખે પેલી paytm ની લિંક તો આવતી અને એ 1000 ટ્રાન્સફર કરતો રહેતો...આજે 2 વરસ થયા અને હજુ પણ એ લિંક સૂર્યાને આવે છે !!!
Comments
Post a Comment