થોડા ઐસે હી

 

"શિવાની હવે હજુ એક તો ખવાઈ જ જાય", "ના મામી, હવે નઈ જ". "અરે બેટા પણ","ના રે મારુ વેઇટ ઓલરેડી થોડું વધી ગયું છે".એટલામાં તો પ્રકાશ આવ્યો. બ્લૅક શર્ટ વિથ આઈસ બ્લુ જીન્સ. શિવાનીને જોઈ પણ વગર પ્રતિભાવે આગળ વધી ગયો. સિટી બસની બાજુની સીટ,કોલેજ માં બાજુની બેન્ચ, ગાર્ડન ની સિંગલ સીટ શેરિંગ અને વરસાદી સાંજે એક થયેલા હોઠો..ક્રમશઃ શિવાનીના મનમાં આવતું ગયું.અને છેલ્લે આવ્યું એક છૂપું સ્મિત.સાથે સામેના ગુલાબજાંબુ પણ. હા હજુ પણ એક એ દરવાજા ને બંધ કરતી વખત દેખાયેલી બે આંગળીની નિશાની.


Comments

Popular Posts