ઉદાસીન
તારા વિના મને એક પળ ગમી ગઈ !
મહેફિલને ચાંદની વિનાની રાત મળી ગઈ.
સમાયું ના ઉદરમાં તે હ્ર્દય વાતે વહી ગયું,
લાગણીનું ઝરણું રસ્તો બદલી ને ચાલી ગયું.
નાની ઝલક એક દિશામાં ખેંચી ગઈ,
સમગ્ર આકાશનું દર્શન દ્વાર ખોલતા થયું.
પાંપણ ઉઘાડી સ્વપ્ન જોવાનું શરૂ કર્યું,
રસ્તા મહીં આવતી મુશ્કેલીના જ દર્શન થયા.
આવ્યો જે રસ્તે, શોધવા એકલો નીકળ્યો;
પાછો ત્યાંથી જ ફરવાનો રસ્તો ન મળ્યો.
Comments
Post a Comment